Sunday, December 19, 2010

સંદર્ભ : સંદેશ, વડોદરા તા.૧૯/૧૨/૨૦૧૦


એન.આર.જી ડો.કુમાર શાહ આનંદ નજીક બાયોટેક કંપની સ્થાપશે.

અમેરિકામાં છેલ્લા ૩૫ વર્ષથી સ્થાઈ થયેલા વડોદરાના ડો.કુમાર શાહ ને મેડીકલ ક્ષેત્રે સંશોધન માટે ઓબામા સરકારે ૧૨ લાખ ડોલરની ગ્રાન્ટ ફાળવી છે. ડો.શાહ આ ગ્રાન્ટ થાકી આનંદ નજીક બાયોટેક કંપનીની સ્થાપના કરી પોતાનું રીસર્ચ વર્ક આગળ ધપાવવાની યોજના બનાવી રહ્યા છે.

ઓબામા ડ્રગ્સ ડિસ્કવરી પ્રોજેક્ટ ૨૦૧૦ અંતર્ગત અમેરિકામાંથી મધ્યમ કદની બાયોટેક કંપનીઓ પાસેથી રીસર્ચ અંગેની માહિતી મંગાવવામાં આવી હતી. ડો. કુમાર શાહે મોકલેલા ૧૩ પ્રોગ્રામોમાંથી ૫ ને ૧૨ લાખ ડોલર ની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરાઈ છે. આ અંગે ડો.શાહે જણાવ્યું હતું કે આનંદ નજીક બાયોટેક કંપનીની સ્થાપના કરી ત્યાં ડાયાબીટીસ અને એચ.આઈ.વી. અંગેના વધુ સંશોધનો હાથ ધરવાની યોજના પર હાલમાં અમે કામ કરી રહ્યા છીએ.આ વર્ષના અંત સુધીમાં લગભગ તેના પર અમલ કરી દેવાશે.

ઉલ્લેખનિય છે કે ડો.શાહ મુળ વડોદરાના છે તેઓએ નાગપુર યુનિવર્સીટીમાંથી એમ.બી.બી.એસ. કર્યું છે.