મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં પ્રવાસી ભારતીય દિવસ સમારોહ માં વિશ્વભરના ભારતીયોના પ્રતિનિધિ સમુહને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતે ૨૧મી સદીના પહેલા દશકમાં વિકાસનું એવું મોડેલ અપનાવ્યું છે કે, જેના પરિણામે ગ્રામીણ ગરીબી નિવારણ અને રોજગાર નિર્માણના બંને આર્થિક ક્ષેત્રોમાં ક્રાંતિકારી સફળતા મળી છે.
પ્રવાસી ભારતીયો સમક્ષ મુખ્ય મંત્રી એ ગુજરાત સરકારના સર્વસમાવેશ અને સર્વદેશિક વિકાસની વિકાસ ની સર્વાગીણ ભૂમિકા પણ પ્રસ્તુત કરી હતી. તેમણે જણાવ્યું કે, અછત અને આપત્તિઓથી ઘેરાયેલા રહેતા ગુજરાતનો છેલ્લો દશકો કૃષિ અને પશુપાલનના વિકાસ માટે ગુણાત્મક પરિવર્તનનો રહ્યો છે. ગરીબ માનવીનું સશક્તિકરણ કરીને વિકાસમાં ભાગીદાર બનાવવાની દિશામાં ગુજરાતે મોડેલ પૂરું પાડ્યું છે.
દેશનો સરેરાશ કૃષિ વૃદ્ધિ દર માત્ર ત્રણ ટકા આસપાસ છે. જયારે ગુજરાતે લગાતાર દશ વર્ષથી ૯.૬ ટકાનો કૃષિ વિકાસદર જાળવ્યો છે અને દેશ વર્ષમાં દૂધનું ઉત્પાદન ૬૬ ટકા વધ્યું છે. કૃષિ આધારિત અર્થતંત્ર ની આ સાતત્યપૂર્ણ પ્રગતિથી ગુજરાતે ગ્રામીણ ગરીબી નિવારણમાં ઘણી મોટી સફળતા મેળવી છે. અર્થવ્યવસ્થા ઉદ્યોગો, ખેતીવાડી અને સેવા ક્ષેત્રના પ્રત્યેકના ૩૩ ટકાના સમાન હિસ્સાની વ્યૂહરચનાથી ગુજરાતનો જી.ડી.પી. ગ્રોથ રેટ ડબલ ડીજીટ પર પહોંચી ગયો છે. ગુજરાતનો ૧૧ ટકાનો જી.ડી.પી. વિકાસદર ચીનના વિકાસદર કરતા પણ વધારે છે તેમ તેમને જણાવ્યું હતું.
ગુજરાત સરકારના સર્વાગીણ વિકાસનું દ્રષ્ટાંત આપતા તેમને જણાવ્યું કે કૃષિ ક્ષેત્રે કિસાનોની જ નહિ, પરંતુ પશુઓની પણ કાળજી લીધી છે. રાજ્યમાં દર વર્ષે પશુ આરોગ્ય મેળાઓ યોજીને લાખો પશુઓની તંદુરસ્તીની સારવાર થાય છે એટલું જ નહિ, સમગ્ર દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે જ્યાં પશુઓના નેત્રમણી મોતિયાની શસ્ત્રક્રિયા અને દંતચિકિત્સા ના શિબિરો યોજાય છે.
મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસમાં ભૌગોલિક અસંતુલન દુર કરવા માટે સમગ્ર આદિવાસી પટ્ટાના સર્વાગીણ વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના, સાગરકાંઠાના વંચિત સમાજો માટે સાગરખેડુ વિકાસ યોજના અને શહેરી ગરીબો માટેની ગરીબ સમૃદ્ધિ યોજના દ્વારા બજેટમાં રૂI. ૫૦,૦૦૦ કરોડનો વિકાસ વ્યૂહ અપનાવ્યો છે. તેની સફળતાના પરિણામોની પણ ભૂમિકા આપી હતી.
વિશ્વ પ્રવાસી ભારતીયોના પ્રતિનિધિઓએ ગુજરાત મુખ્યમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. મધ્યાહન પછી ગુજરાત વિશે ખાસ સત્રમાં ઘણા દેશોના બિનનિવાસી ગુજરાતીઓ ઉપરાંત ભારતીયોએ ગુજરાતની વિકાસની સાફલ્યગાથા વિશે જાણવામાં મુખ્યમંત્રી સાથે રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment