નવી દિલ્હી, તા.૨૯
વિદેશી ભારતીય કામદારોને ટેકો આપવાની એક મહત્ત્વની પહેલના ભાગરૂપે કેન્દ્ર સરકાર સ્વદેશમાં પાછા ફરતા આવા કર્મચારીઓને રિસેટલમેન્ટના ખર્ચાઓ, વીમા કવચ અને પેન્શનના લાભો મળી રહે તે માટે ટૂંકમાં જ એક સ્કીમ શરૂ કરશે.
આ અંગેની માહિતી આપતાં વિદેશી બાબતોના પ્રધાન વાયાલર રવિએ જણાવ્યું હતું કે, વિદેશમાં વસતા ભારતીયો રેમિટેન્સના સ્વરૂપે દેશમાં અબજો ડોલર મોકલીને દેશના અર્થતંત્રને વેગ આપવામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. તેથી તેમને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે તેઓ દેશમાં પરત આવે ત્યારે તેમને ફાયદારૂપ એક સ્કીમ બહાર પાડવાની અમારી યોજના છે.
રિસેટલમેન્ટ ખર્ચાઓ, વીમા કવચ અને પેન્શનના લાભો અપાશે
વિદેશી ભારતીય કામદારો સાથે સંબંધિત પ્રશ્નો અંગે રાજ્ય સરકારો સાથે ચોથી બેઠકને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, “અમે ઝડપથી એક એવી સ્કીમ બહાર પાડી રહ્યાં છીએ કે, જેેમાં આવા ઇમિગ્રન્ટ્સ કામદારોને રિસેટલમેન્ટના ખર્ચાઓ, વીમા કવચ અને પેન્શનના લાભો મળી રહેશે.”
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે માઇગ્રન્ટ કામદાર ભારત પરત આવે ત્યારે તે વૃદ્ધ થઇ ચૂક્યો હોય છે અને તેને પોતાના પરિવાર અને પોતાની જાતને સપોર્ટ કરવા માટે આર્િથક પ્રવૃત્તિ શરૂ કરવાની હોય છે. આથી જ આવા કામદારોને સહાયરૂપ થવા માટે અમે આ સ્કીમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.”
આ સ્કીમ અંગે વધુ વિગતો આપવાનો ઇનકાર કરતાં તેમણે વિદેશી કામદારો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં રાજ્ય સરકારોનો ટેકો માગ્યો હતો. રવિએ જણાવ્યું હતું કે, તેમનું મંત્રાલય આશરે ૨.૭ કરોડ વિદેશી ભારતીયો સાથે સહકાર મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
Friday, September 30, 2011
Subscribe to:
Post Comments (Atom)
gr8 news
ReplyDeletewww.zoherdoctor.in